સાંજે સ્નેહાના ઘરે બધા જમવા બેઠા હતા. જમવાનું શરૂ જ હતું ત્યાં જ રમણીકભાઈ ના ફોનમાં રીંગ વાગી. રમણીકભાઈ ફોન ઉપાડયો. તેના ચહેરા પર ખામોશીની રેખા પથરાઈ ગઈ. તે કંઇ જ બોલી ના શકયા. ફોન બંધ કરી બાજુમાં મુકી તેમને ફરી જમવાનું શરૂ કર્યું. રસીલાબેન પુછતા રહયા કોનો ફોન છે પણ તે કંઈ જવાબ ના આપી શકયા ને ચુપ રહી બસ ટીવી ને જોતા રહયા. જમવાનું પુરું થતા તે સોફા પર બેઠા. વિચારોએ તેના મનને જાણે તોડી દીધું હોય તેમ તે કોઈની સામે વાતો ના કરી શકયા. નજર સ્નેહાના ચહેરા પર થંભી જતી હતી.