*લોકડાઉન* વાર્તા... ૬-૪-૨૦૨૦ અમુક માણસો જ્યારે જરુર હોય ત્યારે બેશરમ બની ને તમારી શરણમાં આવે છે... અને ચાપલૂસી કરીને પોતાના કામ અને એ સમય કઢાવી લે છે અને સમય નિકળી ગયાં પછી તમારી કિંમત કોડીની થઈ જાય છે... અમદાવાદમાં એક જાણીતી સોસાયટીમાં રહેતા ભરતભાઇ અને કંચનબેન.... પોતાનો ધંધો હતો એટલે ભરતભાઈ ધંધામાં રચ્યા પચ્યા રહેતા.... અને કંચનબેન ઘર અને ભક્તિ માં ડુબેલા રહેતાં... આમ કરતાં આ બન્ને ને ત્રણ દિકરાઓ થયાં મોટો રાજીવ પછી બે વર્ષ રહીને બીજા નંબરે કેતન અને ફરી બે વર્ષ રહીને ત્રીજા નંબરે પલાશ... ભરતભાઈ ને પોતાના ધંધા સિવાય કોઈ બીજી વ્યવહારીક વાતોમાં રસ જ નહીં....