બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (6) "બેશર્મ તને ખબર છે તે શું કર્યું છે? આખા સમાજની વરચે મારું નાક કાપી નાખ્યું છે તે. અરે, લગ્ન નહોતા જ કરવા તો આ નાટક શા માટે કર્યા? માન્યું કે આપણે પૈસાદાર છીએ. પરંતુ, એનો મતલબ એ નથી કે તું પૈસાનું પાણી કર. મારી પાસે પૈસાનું ઝાડ નથી. અને પ્રેમને લાગણીને આ બધું શું હતું? આછે તારો પ્રેમ? આ ગાંડી માટે ઓલી મેઘનાને મુકીને ચાલ્યો આવ્યો? બે જુઓ! મોઢા પર શર્મ પણ નથી. શું કરું આ છોકરાનું? પિતાજી તમે જ આને સમજાવો કંઈક. હું તોહ, થાકી ગયો છું." મારા પિતાએ કહ્યું. "હું શું સમજાવવું દિકરા?