નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૬ : પપ્પા હો તો આવા ! બાપા હો તો આવા હોવા જોઈએ ! આવા એટલે કેવા ? વિજયના બાપા જેવા. વાત મૂનલિટ બોન્ડની હતી. એ કાગળ વિષે, એના વેચાણ વિષે, એના ઘરાકો વિષે પૂછપરછ કરવાની હતી. વિજય કદાચ બરાબર પૂછપરછ નહિ કરે એવો મનોજને ડર હતો. એટલે જ્ઞાનને પણ એણે વિજયની સાથે રાખ્યો હતો. મનોજના બાપા બહુ કડક હતા. બીજા કેટલાક વડીલોને પણ એ ઓળખતો હતો. એક વડીલ હતા ઇન્સ્પેક્ટર કાચવાલા, અને એમનો કડવો અનુભવ તો એને હમણાં જ થયો હતો. આ બાપાઓ પોતાને મહાચતુર સમજે છે અને છોકરાંઓને મૂરખ સમજે છે. છોકરાંઓની