મોજીસ્તાન - 2

(38)
  • 7.2k
  • 5
  • 3.5k

મોજીસ્તાન.(૨)પ્રકરણ-2મીઠાલાલે ચંચાનું છેલ્લું વાક્ય સાંભળી લીધું.મીઠાલાલને ચંચા જેવા લબાડ માણસો દીઠાય ગમતા નહીં.કોઈ દિવસ એમની દુકાનના ઓટલે આવા માણસોને એ ઊભા પણ રહેવા દેતા નહીં અને આ ચંચો પોતાના ટેમુને પૂછી રહ્યો હતો કે 'ટેમુ પોતાની જાતને શું સમજે છે...!' "ઇ જે હમજતો હોય ઈ.. પણ તું સ્હું હમજીને મારી દુકાનનો ઓટલો ચડ્યો સો..? હાલ્ય આમ હાલતીનો થા.." ચંચો મીઠાલાલને આવેલા જોઈ,વાંકો વળીને પથ્થર ઉઠાવતા માણસને જોઈ કૂતરું ચાલતું થઈ જાય એમ દુકાનના ઓટલેથી ઊતરીને ચાલવા માંડ્યો. આ ચંચો વીજળીનું રહસ્ય જાણી ગયો હોય અને એ રહસ્ય જાણે કે વીજળીને પોતાના હુકમની ગુલામડી બનાવવાની ચાવી હોય એમ ખુશ થઈને મરક મરક