પંદર-વીસ દિવસ પછી નેત્રિ સુરત પાછી આવે છે. છેલ્લા સેમેસ્ટરમાં ખર્ચ માટેની તકલીફ પડવા લાગી જે એને આખા એંજિનિયરિંગમાં નહોતી પડી. ખર્ચ ઉઠાવનાર કોઇજ નહીં તો જૈમિક એને મદદરૂપ થવા માટે એક નોકરી સાથે બીજી પણ ચાલુ કરી દે છે એને એમ કે જેટલો મદદરૂપ થઈ શકું એટલો થઈશ પણ નેત્રિ એટલી સિદ્ધાંતવાદી કે એને ક્યારેય એના પાસેથી પૈસાની મદદ ના લીધી જેમ તેમ કરીને બહેન બનેવીની મદદથી તેણે છેલ્લું સેમેસ્ટર પતાવીને એંજિનિયરિંગ પૂરું કર્યું. એંજિનિયરિંગ પૂરું કર્યાં પછી નેત્રિ પણ વિચારે છે કોઇ પર બોઝ બનવા કરતાં સારું છે