અંધારી ગુફામાં રસ્તો ભટક્યા.. ________________________________ થોડા દિવસ અગાઉ થયેલી બરફવર્ષાને કારણે ટાપુ ઉપર હરિયાળી ખુબ જ સુંદર રીતે ખીલી ઉઠી હતી. વૃક્ષોમાં નવી ચેતના ઉમેરાઈ હતી. ઠેર-ઠેર ઘાસ ઉગી નીકળ્યું હતું. બરફ વર્ષા સાથે તોફાન પણ ભારે હતું એટલે ઘણી જગ્યાએ મોટા વૃક્ષો ધારાશાહી થઈને નીચે પડી ગયા હતા. ભારે વરસાદના કારણે હજુ પણ ઘણી જગ્યાએ નાના મોટા ખાબોચિયામાં પાણી ભરાયેલું પડ્યું હતું. કેપ્ટ્ન અને એમનો આખો કાફલો પેલા અજીબ તીરકામઠાંવાળા જંગલી લોકોની ચુંગાલમાંથી છૂટીને અલ્સ પહાડ તરફ આગળ વધી રહ્યા હતા. સાંજ ઢળવા આવી હતી. જંગલ ગાઢ હતું એટલે હવે આગળ વધવું હિતાવહ નહોતું. કારણ કે રાત્રી