મારાં તમામ વાચકોને મારી નમ્ર વિનંતી કેમ જેણે રંગીલા પ્રેમી ભાગ 1 ન વાંચ્યો હોય તો તે વાચી લેજો. બીજો ભાગ મોડો આવવા બદલ માફી ચાહું છું. આગળના ભાગમાં આપણે જોયું, કૃષિત, હસ્તી અને આર્યન કેન્ટીનમાં નાસ્તો કરે છે અને વાત કરવાનું ચાલુ કરે છે. હવે આગળ........ કૃષિત તો હસ્તીનો ચહેરો જોતો જ રહી ગયો જેમ કોઈ કવિ નદીકાંઠે બેઠો હોય અને વિચારોમાં ખોવાઈ ગયો હોય તેમ. હસ્તીએ કૃષિતની આંખ સામે ચપટી વગાડતાં કહ્યું, "ક્યાં ખોવાઈ ગયો? " કૃષિત અચાનક જાગ્યો હોય