ડૉ.રાયની વાત સાંભળી રિષભે પૂછ્યુ “શુ તમે કહી શકશો કે દર્શનનો શ્વાસ કઇ રીતે રુંધવામાં આવ્યો છે?” આ સાંભળી ડૉ.રાયના ચહેરા પર ખંધુ સ્મિત આવી ગયુ, જેનો મતલબ હતો કે હું અહીં સુધી એમજ નથી પહોંચ્યો. રિષભ પણ તેનો મતલબ સમજી ગયો હતો પણ તે કંઇ બોલ્યો નહી એટલે ડૉ.રાયે કહ્યું “જો આમ તો શ્વાસ ઘણી રીતે રુંધી શકાય, જેમ કે ગળુ દબાવીને,અથવા પાણીમાં ડુબાડીને. જો ગળુ દબાવીને મારી નાખવામાં આવેલ હોય તો ગળાની આસપાસ તેના નિશાન મળે પણ, એવા કોઇ નિશાન મળ્યા નથી.” એમ કહી ડૉ.રાયે ફોટામા દર્શનનું ગળુ બતાવ્યુ અને આગળ બોલ્યા “જો પાણીમાં ડુબાડીને મારી નાખવામાં આવ્યો