બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૨

  • 2.6k
  • 2
  • 858

અધ્યાય ૧૨ હું વડોદરા પાછો ફરવા માટે ટ્રેનની રાહ જોતા-જોતા લગભગ બે કે અઢી કલાક સુરત સ્ટેશન પર બેસી રહયો. એ ટ્રેન હજુ ત્રણેક કલાક મોડી ચાલી રહી હતી. હજુ વધુ સમય કાઢવો એ મિનલ માટે મુસીબત વધારી શકે એમ હતુ, માટે મોડુ પડવુ ખૂબ જ મોંઘુ સાબિત થાય એમ હતુ. મિનલના દૂશ્મનો મિનલને ક્યારે મારવાના છે માત્ર એ જ જાણી શકાયુ હતુ , પણ એમની યોજના ખરેખરમાં શુ છે એ જાણવા હું ટ્રેનમાં રોકાઈ હરપાલસિંહ અને એના સાથીદારોના જાગવાની રાહ પણ જોઈ શકતો હતો, પણ એમ કરવામાં ઘણુ મોડુ થઈ જાય એમ હતુ. અને પત્રવ્યવહારના એ જમાનામાં સંદેશો પંહોચાડવા