પ્રારબ્ધ નો ખેલ - ભાગ 1

(87)
  • 5.8k
  • 3
  • 2.9k

આનંદવન ની રમણીયતા ઘણા વર્ષો પેહલાની આ વાત છે. આનંદવન નામે એક જંગલ હતું. ત્યાંજાણે કે આ વસુંધરા લીલાછમ વૃક્ષોરૂપી લીલી ચાદર ઓઢીને પ્રકૃતિની ગોદમાં સૂતી હોય અને ત્યાંના પક્ષીઓ એને કલરવ કરી જગાડવા મથ્યા હોય એવું ઉલ્લાસ ભર્યું વાતાવરણ છવાયેલું રહેતું. એમાં પણ મોર એની કળા કરી આ રમણીય માહોલ ને વધુ આકર્ષક બનાવતો હોય એવો જંગલનો નૈસર્ગીક માહોલ રહેતો. આ જંગલ થી થોડી