આત્માની અંતિમ ઇચ્છા - ૧૧

(60)
  • 4.1k
  • 5
  • 2k

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧ રેખાને ગયા અઠવાડિયે લસિકા મળી હતી? કેવી રીતે? તેના મોતને તો વર્ષો વીતી ગયા છે? તો પછી શું લસિકા ખરેખર જીવે છે? રેખાની વાત સાંભળીને લોકેશના હોશકોશ ઊડી ગયા હોય એવી સ્થિતિ હતી. તેના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ફૂટી નીકળ્યા હતા. તેના દિલમાં ગભરાટ છે એનો અણસાર ચહેરો કહી રહ્યો હતો. રેખા લોકેશની આ સ્થિતિને સ્થિતપ્રજ્ઞની જેમ જોઇ રહી હતી. તે લોકેશના જવાબની રાહ જોઇ રહી હતી. લોકેશને થયું કે લસિકાના મૃત્યુની નોંધ થઇ છે કે નહીં તેની શોધ કરી રહ્યો છે એ વાતની રેખાને ખબર પડવી જોઇએ નહીં. તેણે કપાળ પરનો પરસેવો લૂછતા સ્વસ્થ હોવાનો ડોળ