પ્રેમનું વર્તુળ - ૯

(29)
  • 4k
  • 2
  • 2.1k

પ્રકરણ-૯ વૈદેહીના પ્રયત્નો વૈદેહી ધીમે ધીમે રેવાંશના ઘરમાં સેટ થવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. સમય ધીમે ધીમે વહી રહ્યો હતો. વૈદેહી ક્યારેક ફોન પર પોતાની માતા જોડે વાત કરી લેતી જેથી એનું મન હળવું થઇ જતું. વૈદેહી અને રેવાંશના લગ્નને લગભગ એકાદ વર્ષ જેટલો સમય વીતી ગયો. એ દરમિયાન વૈદેહીનો પી. એચ. ડી. નો અભ્યાસ પણ ચાલુ થઇ ગયો હતો. એક વર્ષ પછી એને એ જે કોલેજમાં પી. એચ. ડી. કરી રહી હતો ત્યાં જ લેકચરર ની જોબ માટેની ઓફર આવી. એણે તે સ્વીકારી લીધી. વૈદેહીને જોબ મળવાથી રેવાંશ ખુબ ખુશ થયો. કારણ કે, એ તો ઈચ્છતો જ હતો