ખોવાયેલ પ્રેમ - 1

  • 3.5k
  • 888

અને નાનકડી મીરા પાણીની આખી ડોલ આંગણાંમાં સુતા માધવ ઉપર નાખી ને દોડી. કોઈ ગહેરા સપનામાંથી જાગતા માધવ એ દૂર જતી મીરાને જોઈને એણે મીરા પાછળ દોટ મૂકી. ઉભીરે મિરાડી આજે તો તારી ખેર નથી. મીરા ઠેંગો બતાવીને ઝડપથી પોતાના ઘરે પેસી ગઈ અને પોતાની માતા ને વળગી પડી. માધવ પણ એની પાછળ દોડ્યો અને મીરાના ઘરે પગ મૂકતા જ મીરાની માતાને ફરિયાદ કરતાં કહ્યું જુઓને કાશી માં આ મિરાડી આજે પણ મને સુવા નઈ દીધો. એને સમજાઈ દેજો મને આમ પરેશાનના કરે, આજે તો કરશન કાકાને સાંજે આવે એટલે તને બરાબરની ધોલપટલ કારાવું જો, માધવ એ ગુસ્સાથી મીરા સામે