મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 13

  • 3.4k
  • 1.4k

રિધિમાંએ પોતાની કોલેજબેગમાં જ નીતિનનું એડ્રેસ મૂકી દીધું. ઘરે પહોંચી અને બસ એ જ નિત્યક્રિયા. બધું પૂરું થયું અને રાત્રે પલંગમાં પડેલી રિધિમાં નીતિનના ઘરે જવું કે ન જવું એ અસમંજસમાં હતી અને એમાં જ સુઈ ગઈ. એ રાત્રે મોડા ઊંઘેલી હતી જેના કારણે એ સવારે વહેલી ન ઉઠી શકી. 5 વાગ્યાની જગ્યાએ 6 વાગ્યે ઉઠી એના કોલેજ જવાના સમયે. ત્યાં તો એની મમ્મી બુમ પાડતી સંભળાઈ. "રિધું હવે તો ઉઠી જા, તારે કોલેજમાં મોડું થશે." "કેટલા વાગ્યા મમ્મી?" ઉઠતા જ આંખો ચોળતા એ બોલી. "અરે જો 6 વાગ્યા" એની મમ્મીએ રસોડામાંથી જ બુમ પાડી કહ્યું. "6 વાગ્યા" આંખો ચોળતી