બાથ માં ભૂત

(37)
  • 5.4k
  • 5
  • 1.2k

ઉનાળા ના દિવસો હજુ શરૂ જ થતાં હતા. હજુ સવાર માં થોડી ઠંડી પણ રહેતી હતી. પણ આખો દિવસ વાતાવરણ ખુશનુમા રહેતું હતું. નિરવ અને રાજેશ અમદાવાદ થી કચ્છ બાજુ કોઈ કામસર જવાનું થયું. સવાર માં બંને બસ દ્વારા નીકળી ગયા ને સાંજ પહેલા તે ગાંધીધામ માં પહોચી ગયા. ગાંધીધામ ની બહાર તેમણે પોતાનું કામ પતાવ્યું પછી ત્યાં થી નીકળી જવાનું નક્કી કર્યું પણ ત્યાં થી અમદાવાદ જવા માટે ની કોઈ બસ હતી નહિ એટલે અહી હોટલ કે ગેસ્ટ હાઉસમાં રાત રહેવાનું નક્કી કર્યું. તે સિટી તરફ જવા માટે એક સ્ટોપ પર વાહન ની રાહ જોઈ રહ્યા ઘણો સમય થયો