કલાકાર - 5

(74)
  • 6.7k
  • 5
  • 3.2k

કલાકાર ભાગ – 5લેખક – મેર મેહુલ મેહુલ પર મુસીબત આવી હતી, CIDનાં ઓફિસરો પર મુસીબત આવી હતી. કોઈ અજાણ્યો દુશ્મન એક એક કરીને ઓફિસરોની હત્યા કરી રહ્યો હતો. મેહુલે તેને પકડવા માટે અક્ષયની મદદ લીધી હતી. મેહુલનાં મતે અક્ષય સિવાય કોઈ આ કામ કરી શકે એમ નહોતું. મેહુલે અક્ષયને એક ટિમ સોંપી, જેમાં તેણે પસંદ કરેલા નવા વ્યક્તિઓ હતાં. તેઓ ઑફિસર તો નહોતાં પણ આ કામમાં અક્ષયને મદદ કરી શકે એવા જરૂર હતા.***“મારે કશું નથી સાંભળવું, હું આ હાર્ડડિસ્ક ઑફિસે આપવા જાઉં છું” અમિષા રાડો પાડતી હતી. છેલ્લી એક કલાકથી તેનો પતિને તેને સમજાવી રહ્યો હતો.“તું સમજતી કેમ નથી