સોળે શણગાર સજેલી નવોઢાના રૂપેરી ભાલ પર સુહાગનનો લાલ ચાંદલાની ભાતી ક્ષિતિજના આળાથી સૂર્ય પોતાનું કોમળ તેજ ધરતી પર છાંટી રહ્યો હતો. પરોઢિયાના ઝાકળથી બાગના મનોહર ફૂલની સુસ્તિમાં સ્ફૂર્તિ ખીલવી રહ્યો હતો. સવારમાં ભીડભાડથી ખચોખચ શહેરમાં એ બાગના વાતાવરણનું દૃશ્ય દિવસના કોલાહલ અને ઘોંઘાટથી ગજાવતા શહેરમાં તાજગી અને ઉત્સાહનો અનુભવ કરાવતુ હતુ.જોત જોતામાં નાના નાના ભૂલકાઓના પગરવથી એ ઉપવન મેહકવા લાગ્યુ. આ બાગ શહેરના મધ્યમાં રામાનંદ સોસાયટીની સામે આવેલુ હતુ.આજુબાજુ ના બાળકો સવાર અને સાંજ ત્યાં જ પોતાનો મુકામ બનાવેલો હોઈ. એ બાગ પણ બાળકોના રમવા,કૂદવા કે