દોસ્તાર

  • 4.2k
  • 952

દોસ્તાર"આજે રવિવાર છે. ચાલોને કોઈ જગ્યાએ ફરવા જઇએ." સરિતાએ તેના પતિ અમરને કહ્યું."તારે જવું હોય તો જા એકલી, મારે કામ છે.""શું કામ છે?""બ્રિજેશ આવે છે. એની જોડે કામ છે.""પણ એવું તો શું કામ છે?""તમને બૈરાઓને ખોટી ટેવ છે. આમ જરાક બહાર નથી જતાં કે આખી જાસૂસી કરી નાખે.""અરે યાર, એક તો માંડ રવિવાર મળે આપણને, તેમાંયે તમે દોસ્તારને લઈને બેસી જાવ. ગયા અઠવાડિયે તેના બાપા બીમાર હતા. એના આગલા અઠવાડિયે તેની ગાડી બગડી ગયેલી, પરિવાર જેવું કંઈ હોય કે નહિ, ખાલી દોસ્તાર જ સાચવ્યા કરવાના." "જો સરિતા આ સવાર સવારમાં હું તારી સાથે લડવાના મૂડમાં નથી. તારે જવું હોય તો તું