નકશાનો ભેદ - 4

(27)
  • 4.4k
  • 3
  • 1.8k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૪ : કાચવાલાનો કચકચાટ લાયબ્રેરી તરફ તો ચાલ્યા, પણ એમાંય એક મુસીબત હતી. લાયબ્રેરિયનને બધી વાત કહેવામાં માલ નહોતો. અમને એક ચિઠ્ઠી મળી છે, એમાં લૂંટની યોજના છે, અમે એ ચિઠ્ઠી લખનારને શોધીએ છીએ, એવું બધું લાયબ્રેરિયનને કહેવાય નહિ. લાયબ્રેરિયનનું નામ હતું માણેકલાલ શાહ અને એ ખૂબ જ સોગિયા સ્વભાવનો માણસ હતો. મૂળે એને છોકરાં જ ગમતાં નહિ. છોકરાંઓ બધાં પુસ્તકો આડાંઅવળાં કરી નાખે છે અને ફાડી નાખે છે એવી એની કાયમની ફરિયાદ હતી. એટલે પછી જ્ઞાને એક તુક્કો લડાવ્યો. એને ઘેર સરસ રેશમનો મોતી ભરેલો એક નાનકડો પટ્ટો હતો. મૂળે એ પટ્ટો એની