*આવા પણ હોય*. વાર્તા... ૧-૪-૨૦૨૦ આપણે ત્યાં માતા પિતાને પૂજ્ય જ ગણવામાં આવે છે અને એ વાત સત્ય પણ છે પણ અમુક એવા પણ માતા પિતા હોય છે જે પોતાના ક્ષણિક સુખ માટે છોકરાની જિંદગી પણ જોખમમાં નાખવા તૈયાર હોય છે.... અમદાવાદમાં એક જાણીતી સોસાયટીમાં રહેતો એક મધ્યમ વર્ગીય પરિવાર... પંકજ અને આરતી... પંકજ બહું ભોળા અને સરલ સ્વભાવના હતા અને એથી બધાં એમનો ફાયદો પણ ઉઠાવતાં... આરતી એટલે જ ગુસ્સે થતી અને પંકજ ને વાસ્તવિકતા સમજાવવા કોશિશ કરતી... પણ પંકજ દરેક વખતે દલીલ કરી ને આરતીને ચૂપ કરી દે... પંકજ અને આરતીને બે સંતાનો હતા.. એક દિકરી મનાલી અને