જીવનયાત્રા - 1

  • 4.3k
  • 1.4k

પ્રકરણ - 1 વહેલી પરોઢિયે એલાર્મ વાગ્યું અને રેશ્મા સફાળી જાગીને પથારીમાં બેઠી થઈ. બાજુમાં સુતેલી તેની નાની દીકરી રીંકુના માથા પર હળવેકથી હાથ ફેરવ્યો અને ગાલ પર ચુંબન કર્યું. પછી બેડરૂમમાંથી તે રસોડામાં ગઈ અને ન્હાવા માટે ગેસ પર તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂક્યું. આજે તે ખૂબ જ ખુશ હતી કરણ કે રજાનો દિવસ હતો અને રીંકુના પપ્પા વીરેન રીંકુ અને રેશ્માને બહાર ફરવા લઈ જવાના હતા. વીરેન એક મોટી સોફ્ટવેર કંપનીમાં નોકરી કરે છે. પગાર પણ સારો છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગાંધીનગરમાં વસવાટ કરે છે. રેશ્મા તેના પતિ વીરેનને હંમેશા