પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 11)

(13)
  • 4.4k
  • 1
  • 1.3k

પલક કુસુમભાભી પાસે બેઠી હતી. મનમાં હજુ કમલને જોઈને હસી રહી હતી. ત્યાં જ પલક પર રુદ્રનો ફોન આવ્યો, કુસુમભાભી પાસે બેઠા હતા માટે પલકે ફોન કાપી નાખ્યો. આ જોઈને કુસુમભાભી પલકને જોઈને હસીને કહેવા લાગ્યા, " પલકબેન, રુદ્રનો ફોન કાપી દીધો.. હું જાણું છું તમને રુદ્ર ગમે છે." પલક થોડું શરમાઈને હસવા લાગી. કુસુમભાભી રસોડામાં ગયા બાદ પલકે રુદ્રને ફોન પર બધી જ વાત કરી. થોડી વાર થઈ અને પંકજભાઈ ઘરે આવ્યા. પલકને પાસે બેસાડી અને કમલની વાત શરૂ કરે એ પહેલા જ બાજુમાં બેઠેલી પલકે બોલવાનું શરૂ કરી દીધું કે.. "પપ્પા, મને એ છોકરો પસંદ જ નથી પડ્યો