પગરવ - 24

(90)
  • 4.6k
  • 8
  • 2.8k

પગરવ પ્રકરણ – ૨૪ એ વ્યક્તિ બોલ્યો, " સુહાની તું મને તું કહીશ એ જ મને ગમશે...તમે મને બહું ભારેખમ લાગશે..." સુહાની કંઈ પણ બોલી નહીં..એ ચૂપ થઈને ચિંતામાં બેસી જ રહી. ત્યાં જ એ વ્યક્તિ બોલ્યો, " હું પરમ અગ્રવાલ...આ કંપનીનો સીઈઓ... સુહાની : " હા ખબર પડી..." પરમ : " પણ સુહાની તું કેમ આટલી ચૂપ છે ?? તને ના ગમ્યું કે મેં તને આ રીતે મીટીંગ માટે બોલાવી ??" સુહાની : " સોરી. ના એવું કંઈ નથી." પરમ : " તો પછી કાલે કેમ નહોતી આવી ?? તબિયત અચાનક ખરાબ થઈ હોવાથી તું જતી રહી હતી ને