કાવ્યસેતુ -14

  • 4.5k
  • 1
  • 1.7k

હું અને તું....તું વરસાદી વાયરો મારો, ને હું ઠંડી ઝરમર તારી! તું સ્મિતનો અવસર મારો, ને હું માણતી ઘડી તારી! તું અજવાસ જીવનનો મારો, ને હું રોશની પ્રકાશું તારી! તું સાથ ભરેલો ક્યારો મારો, ને હું લીલી તુલસી તારી! તું મેઘધનુષ બને રોજ મારો, ને હું એ રેલાવતી પીંછી તારી! તું આકાશી તારલો મારો, ને હું ચાંદની ચંદન તારી! તું રાહ પર છાંયડો મારો, ને હું મંજિલ બનું તારી! તું રગેરગમાં ગીત મારો, ને હું એની કડી બનું તારી! તું શ્વાસની દોર મારી, ને હું દિલની ધડકન તારી!................................................. ફરી પ્રેમ થયો.... ફરી એકવાર