" પરી " ભાગ-7 માધુરી અને શિવાંગ બંને એકબીજાને ફ્લાઈંગ કીસ આપી ફોન મૂકે છે...હવે આગળ.... માધુરી એકદમ ધ્યાનથી ફાઇનલ એક્ઝામની તૈયારી કરી રહી છે. શિવાંગના કહેવા પ્રમાણે તે, માધુરીને એક્ઝામ છે એટલે દશ દિવસની રજા લઇ અમદાવાદ આવ્યો છે. દુનિયાનો છેડો એટલે ઘર...પોતાના ઘરે આવીને તે મનની શાંતિ અને હાંશ અનુભવે છે. મમ્મી-પપ્પા, ભાઈને મળીને ખૂબજ ખુશ થઇ જાય છે. આફ્ટર લોન્ગ ટાઇમ આરતીને ઘરે બધા ભેગા થાય છે. ચાતક વરસાદની રાહ જુએ તેમ માધુરી શિવાંગની રાહ જોઇ રહી છે. આટલા બધા સમય પછી શિવાંગને મળવાનું એક્સાઇટમેન્ટ...કંઈક અલગ જ અહેસાસ હતો એ...!! જેને પ્રેમ કરતા હોઈએ તેના આવવાની રાહ