વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 7

  • 3.5k
  • 1.1k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|7|નેપાળીને જોઇને મને આર્કીટેક્ચર પર તરસ આવ્યુ. કેવા ના પનારે પડી ગયુ બીચારુ. બસનુ એન્જીન અને બ્રેક પર પગ રાખીને બેઠેલો નેપાળી મારી જ રાહ જોવે છે એવુ મે માની લીધુ. પગથીયા ચઢીને ઉપર આવ્યો ત્યાં બસે ધીમે-ધીમે વેગ પકડયો. “સાહબ થુમ બઠતે કયો નહી. અભી લંબા જાના હે.” નેપાળી બોલ્યો.મે કાંઇ જવાબ ન આપ્યો. મને શુ મનમા આવ્યુ ખબર નહી. મે સીધો રીયાને ફોન કર્યો. “હાઇ સ્વીટહાર્ટ...તને નહી ફાવે મારા વગર, ટોપા ઇન્જોય કરવા ગયો છે તો એ કરને ફોનમા કેમ ટાઇમ વેસ્ટ કરે છે. ચલ મુક ફોન....” હુ કાંઇ બોલુ એ પહેલા તો એ બોલી ગઇ