સુંદરી - પ્રકરણ ૧૮

(86)
  • 5.5k
  • 7
  • 3.7k

અઢાર “ઘણા દિવસે તને ટાઈમ મળ્યો આ વખતે તો? એટલી તો કેટલી બીઝી રહે છે?” સુંદરીને તેની જ કોલેજના સિનીયર પ્રોફેસર અરુણા પટેલે તેને સવાલ કરતા પૂછ્યું. અરુણા પટેલ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા અને સુંદરી જ્યારે એ જ કોલેજમાં વિદ્યાર્થી હતી ત્યારે તેની મનગમતી વિદ્યાર્થીનીઓમાંથી એક હતી. ભલે સુંદરીનો મુખ્ય વિષય ઈતિહાસ હતો પરંતુ તેણે ફર્સ્ટ સબસીડરી તરીકે અંગ્રેજી પસંદ કર્યું હતું અને અરુણાબેન સાથે તેણે બે વર્ષ એ રીતે પસાર કર્યા હતા. અરુણાબેન સુંદરીની મા ની ખોટ પૂરી કરતા હતા. ખબર નહીં પણ કેમ અરુણાબેન અને સુંદરી વચ્ચે સુંદરીના કોલેજના પહેલા વર્ષથી જ લાગણીનું એક અનોખું બંધન બંધાઈ