મોહનભાઈ અને ધીરજભાઈ બાળપણના મિત્રો અને પાડોશી પણ ખરા.બંનેના ઘર વચ્ચે માત્ર એક દીવાલ જ ઉભી કરેલી ,પણ સંબંધો વચ્ચે કોઈ દીવાલ નહિ. બંને પરિવારમાં એકબીજા પ્રત્યે ખુબ લાગણી. મોહનભાઈ પરણીને આવેલા ત્યારે તેમના પત્ની જયાબેનને ધીરજભાઈએ બહેન માનેલા.આમ મિત્રતામાં ભાવનાત્મક સંબધ પણ બંધાયેલો. બંને કુટુંબો વચ્ચે આ સબંધ એટલા જ પ્રેમથી નિભાવાતો.એટલું જ નહિ પણ મોહનભાઈ અને જયાબેનનો પુત્ર જીગર તેમજ ધીરજભાઈ અને રેખાબેનની પુત્રી નેહા વચ્ચે પણ સગા ભાઈ બહેન જેવો જ પ્રેમ.સમય જતો ગયો, જીગરે માસ્ટર ડીગ્રી પૂરી કરી અને તરત તેને સરકારી નોકરી મળી ગઈ.પણ થયુ એવું કે નોકરી બાજુના