ખાલીપો - 2

(13)
  • 4.6k
  • 1.6k

ત્યાં ડોરબેલ વાગી. મને આ ડોરબેલ બહુ ગમતી. કોઈક આવે, એની સાથે વાત કરું અને આ અજગર જેવડા દિવસનો થોડો ભાગ કાપવામાં મદદ થઈ જાય. હું પથારી પરથી ઊભી થઈને, પંખો બંધ કરીને નીચે આવી. વાળ સરખા કરી અરીસામાં જોઈને ચાંદલો સરખો કર્યો. હજુ મો પર એક પણ કરચલી દેખાતી નથી, શું મારી ઉંમર વધતી અટકી ગઈ છે? ત્યાં ફરીથી ડોરબેલની કોયલે ટહુકો કર્યો. મેં ઝડપથી ચાલતા જઈને દરવાજો ખોલ્યો. ત્યાં તો એક પાર્સલ હતું. મારી સહી લઈને એ 20 વરસનો કુરિયર બોય જવા લાગ્યો. મેં પાણીનું પૂછયુ પણ ના પાડી, કદાચ ઉતાવળમાં હતો. પાર્સલ ખોલ્યું તો એક સરસ સાડી