ડાયરી

  • 5.4k
  • 1
  • 1.1k

ધનજી દુકાન વધાવવાની તૈયારી કરતો હતો. દુકાનનું શટર બંધ કરવા ગયો ત્યાં એના માથે એક નાનકડી ડાયરી પડી, જે શટરમાં ફસાયેલી હશે.ધનજી નવાઈથી ડાયરીને જોઈ રહ્યો. પછી યાદ આવ્યું કે બાજુના બિલ્ડીંગમા નવા રહેવા આવેલા કાન્તાબહેન આજે સવારે જ વરસ સુધી સાચવીને એમના મૃત્યુ પામેલા દીકરાની ચોપડીઓ વેચવા આવેલા એમાં આ ડાયરી હતી. એમાં આકર્ષક કવર જોઈને પોતે જ આ ડાયરી અલગ મૂકી હતી. ડાયરી લઇને ગલ્લા પર મૂકી અને દુકાનનું શટર અંદરથી બંધ કર્યું. વારસામાં મળેલી ભંગાર અને પસ્તીની પોતાની દુકાન અને પાછળ રહેઠાણ, એ ધનજીની પોતાની મૂડી કહો કે દુનિયા. આમ પણ એકલપંડો જીવ, માં બાપ ના મૃત્યુ