ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-6

(118)
  • 6.9k
  • 6
  • 4.9k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-6 ઉમાકાન્ત રાનડે એ એમનાં ડેઇલી ઇવનીંગ સ્પોટ માટે નીલાંગને કન્ફર્મ કરી દીધો એમને નીલાંગમાં કંઇક સ્પાર્ક જોયો હતો કામ માટે અને એની એડવાન્સની અરજી મંજૂર થઇ ગઇ હતી. નીલાંગ એડવાન્સ લઇને ઓફીસથી બહાર નીકળ્યો અને બહારજ બજારમાંથી પહેલાંજ એણે માં માટે સાડી લીધી અને નીલાંગી માટે ખૂબ સરસ પર્સ લીધુ. એને વિચાર આવેલો કે મોબાઇલ લેવાનો છે પણ એતો ઓફીસમાંથી જ મળવાનો હતો એનો ખર્ચ બચી ગયો. પોતાનાં માટે કપડાં અને શુઝ લેવાના છે પણ એ નીલાંગીની સાથે રહીને લેશે એવું મનોમન નક્કી કર્યુ. આજે એ ખુશ થઇ ગયો હતો. અંતરમન આનંદમાં હીલોળા લેતું હતું. એણે ઘડીયાળમાં