ભેદભાવ

(13)
  • 3.8k
  • 2
  • 978

આજે વર્ષો પછી ફરીથી નોકરી કરવા માટે તૈયાર થઇ છું. ખબર નહિ આટલા વર્ષો પછી ફરીથી આ વાતાવરણમાં રહી શકીશ કે નહિ. મને તો એ પણ નથી ખબર કે હવે પહેલાની જેમ જીવી શકીશ કે નહિ?આટલા વર્ષો ફક્ત પરિવાર માટે જીવી. એક પત્ની, વહુ, ભાભી અને માં બનીને જીવી અને પોતાના માટે જીવવાનું ભૂલી જ ગઈ. બધા માટે જીવતા જીવતા પોતાની ઓળખાણ જ ભૂલી ગઈ. મારી ઓળખાણ ફક્ત નવીનની પત્ની અને આસુતોષ તથા પંછીની માં જેટલી જ રહી ગઈ.આટલા વર્ષો આવી રીતે જીવ્યા પછી હવે આઝાદીથી જીવવા મળ્યું છે, પોતાના માટે જીવવા મળ્યું છે. બહુ જીવી લીધું બીજા માટે હવે