અજાણ્યો શત્રુ - 16

(18)
  • 3.1k
  • 4
  • 1.2k

છેલ્લે આપણે જોયું કે રાઘવ ત્રિષાને રિસર્ચ સેન્ટરથી બહાર નીકળવાનો ગુપ્ત માર્ગ દેખાડે છે. તથા કોઈપણ વ્યક્તિ સાથે એ વિષય પર ચર્ચા કરવાની મનાઈ કરે છે. રાઘવ, જેક અને વિરાજ કોઇને મળવા જાય છે, જ્યાં તેઓ ત્રિષાને સાથે આવવાની મનાઈ કરે છે. હવે આગળ...... ********* રાઘવ, વિરાજ અને જેક તેમની મંજિલ પર પહોંચ્યા ત્યારે અડધી રાત થવા આવી હતી. તેઓ બંગલા પરથી તો વહેલા નીકળી ગયા હતા, પરંતુ રસ્તામાં બીજુ પણ એક અગત્યનું કામ પતાવવાનું હતું અને તેઓ આજુબાજુના લોકોની નજરે આવવા ઈચ્છાતા નહતા. આથી જેટલું મોડુ જવાય એ તેમના ફાયદામાં જ હતું. જેકે એક સાંકડી ગલીમાં તેમની કાર