વિચારોમાં ખોવાયેલી સ્નેહા શુંભમ સાથેની વાતોને યાદ કરી રહી હતી. આટલી બધી વાતોમાં કયારે પણ શુંભમે તેમની સાથે વાતની શરુયાત નહોતી કરી. આ બધી જ કડીને તે વિચારી રહી હતી તો તેનું મન તેને એ કહી રહયું હતું કે તે ખાલી ટાઈમપાસ કરે છે. પણ દિલ કંઈક બીજું જ વિચારતું હતૂં. એકબાજું સપનાએ કહેલી વાતો હતીને, બીજું બાજું દિલની ઉલજ્જન. તેને સમજાય નહોતું રહયું કે અત્યારે તે કંઇ વાત એકક્ષેપ કરે. મોડી રાત સુધી વિચારો અવિચલ વહેતા રહયા. આજે એકપણ વખત તેમની સાથે વાત નહોતી થઈ. બીજો દિવસ પણ વાતો વગરનો ખાલી જ ગયો.