પડછાયો - ૭

(39)
  • 4.4k
  • 2
  • 1.6k

રવિવારની રજા હોવાથી અમન અને કાવ્યા અમનના ગામ ભડુલી પોતાના માતા-પિતાને સરપ્રાઈઝ આપવા જવા નીકળી પડ્યા. શહેરથી ભડુલી ગામનો રસ્તો ફક્ત એક કલાકનો જ હતો. અમન અને કાવ્યા બંને કારમાં ગીતો વગાડતાં વગાડતાં પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી આથી ઠંડો પવન વાઈ રહ્યો હતો. હાઇવેની બંને તરફ ખેતરોના લીધે નજારો ખુબ રળિયામણો લાગી રહ્યો હતો. ખેેતરોમાં મગફળી અને મકાઈ જેવા પાક પવનની લહેરખીઓ સાથે લહેરાઈ રહ્યા હતા. ગામમાં પ્રવેશતાંની સાથે જ અમનનો ચહેરો ખુશીના લીધે હરખાઈ રહ્યો હતો. તેણે ગામની બજારમાંથી ત્યાંના ફેમસ રાધાકૃષ્ણ ડેરીના પેંડા લીધા. તેના મમ્મી રસીલાબેનને પેંડા ખુબ જ ભાવતા આથી અમને