૧. આકાશ આકાશ બંધ મુઠ્ઠીમાં સમાયું જે આકાશ, ખૂલેને તો ચોપાસ વેરાય આકાશ. આંખોના સ્વપ્નોમાં વસે આકાશ, સહેજ ઝબકો, ઝૂકી જાય આકાશ. પ્રત્યેક કદમ પર વિસ્તરે આકાશ, ચરણ રોકાય ત્યાં ઊઠાવે આકાશ. ભીતર જતાં શ્વાસમાં ધડકે આકાશ, ઉચ્છવાસમાં પડઘે ભીતરનું આકાશ. શબ્દો વચ્ચેનું અંતર એકમાત્ર આકાશ, અંતરનો મર્મ ઝીલાય તો સ્ફૂટે આકાશ. કિરણોની સવારી પર ઊગતું આકાશ, ઝાકળ થઇ ઝાકળમાં ડૂબતું આકાશ. કોણ વસે છે અહીં સિવાય આકાશ, અત્ર તત્ર સર્વત્ર માત્ર આકાશ આકાશ. આમ જોઇએ તો સર્વત્ર આકાશની જ ઉપસ્થિતિ છે. એ નથી તો કશું જ નથી. બધાને ઘેરનાર