ગુજરાન

(11)
  • 3.5k
  • 1
  • 1.1k

બાળપણથી અનાથની જેમ ઉછરેલો રાહુલ મોટાભાગનો સમય ગોડાઉનમાં કે ટ્રકમાં જ વિતાવતો, એનો બાપ શનો એ સમજણોય નોહતો ત્યારનો આ દુનિયાથી વિમુખ થઈ ગયો હતો. ત્યારે એકનાએક છોકરાની અને ઘરડા સાસુ સસરાની સઘળી જવાબદારી ધુળીને માથે આવી પડી હતી. વહેલી સવારે જાગીને ધૂળી બાજુના શહેરમાંથી ફૂલ ખરીદી લાવે અને એમાંથી હાર બનાવીને વેચે. ગામથી શહેર સુધી ફેરા કરતા રિક્ષાવાળા અને જીપડા વાળાને હાર પકડાવીજ દે, અને રીક્ષા અને જીપવાળા પણ એવું માનતા કે સવાર સવારમાં ફુલનો હાર વધાવી ગાડી સ્ટાર્ટ કરીએ તો પેસેન્જર સારા મળે. આમ એમનું પેસેન્જર પર અને ધુળીનું એમના પર નભતું.