મોજીસ્તાન - 1

(38)
  • 11.3k
  • 11
  • 5.9k

પ્રકરણ 1ટેમુભાઈ...! ટેમુભાઈ નામ વાંચીને કોઈને પણ અચરજ થાય એમ તમને પણ થયું હશે. કહેવાય છે કે એમના જન્મનો ટાઈમ થઈ જવા છતાં એમણે જન્મ લેવામાં ઘણો ટાઈમ લીધેલો એટલે ગામના ગોરે રાશિ જોઈને ટેમુ, ટપુ, ટોડર વગેરે સાવ ન ગમે એવા નામોની યાદી આપેલી.જેમાંથી ટેમુતાતને પ્રથમ નામ ગમેલું. જન્મ્યા પછી ટેમુએ બધી બાબતમાં ટાઈમ લેવા માંડ્યો હતો.જાણે કે ટાઈમ લેવા જ જન્મ્યો હોય એમ એને કોઈ વાતની ઉતાવળ નહોતી. રડવાનું શરૂ કરે તો ક્યાંય સુધી મોં ઉઘાડું રાખે. ટેમુમાતાને એમ થાય કે આને કંઈક ખાવું લાગે છે એમ કરી ખોળામાં લે...ત્યારે ભેંકડાનો પ્રથમ સ્વર કાઢીને એ ટેમુ