“ફરી મોહબ્બત” ભાગ : ૧૬ "હું જેણે ચાહતો હતો એ તું છે જ નહીં..!! તું મારી ઈવા હોઈ જ ન શકે...!!" વિલાપ કરતાં ઉદ્દગાર અનયના મુખેથી નીકળી આવ્યા.અનયને એવી ઈવા ક્યાં જોઈતી હતી...!! એ તો મેરેજ પહેલાની ઈવાને ચાહતો હતો..!! મેરેજ બાદ આવી રીતે બદલાઈ ગયેલી ઈવા જેણે સતત તન મનથી ચાહતો રહેતો એ એનો નવો જ રૂપ દેખાડશે એની કલ્પના સુદ્ધા પણ કરી ન હતી. અનય ગુસ્સામાં જ ડ્રોઈંગરૂમમાં જઈને સૂઈ ગયો. ઈવાએ તે સાથે જ બેડરૂમનો દરવાજો બંધ કરીને મોબાઈલમાં પડી રહી.***"શું થયું?? મેં રોજ જ નોટિસ કરું છું. પણ આજે કહેવાનો મોકો મળ્યો." સાગરે ઓફિસનાં બ્રેક ટાઈમે આખરે અનયને