ભેદભાવ - 2

  • 4k
  • 1.4k

હવે પછી આ બધુ આ ઘરમાં નહીં ચાલે. એમ કહીને રસિકભાઈ પહેલા ટીવી બંધ કરી અને પછી પોતાના રૂમમાં ગયા. અશોક પણ ગુસ્સા સાથે પોતાના રૂમની અંદર જતો રહ્યો. હંસાબેન એ બંનેને જતા જોઈ રહ્યા અને પછી મુખ્ય દરવાજો બંધ કરી તે પણ રૂમ અંદર ગયા. હંસાબેન રસિકભાઈ ની પાસે જઈને બેઠા ,બંને વચ્ચે થોડીવાર મૌન રહ્યુ. હંસાબેહેને વાતની શરૂઆત કરી, જો આપણો દીકરો મોટો થઈ રહ્યો છે એને આમ બંધનમાં ન રાખી શકાય એને થોડી છૂટછાટ તો આપવી જ પડે. જો એ બહાર જશે તો તેને નવું નવું જાણવા મળશે,