રાજકારણની રાણી - ૧૧

(64)
  • 7.3k
  • 1
  • 3.9k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧ જતિનને સુજાતા તરફથી ક્યારેય કોઇ ભય ન હતો. તે માનતો હતો કે સુજાતા તેનાથી ડરે છે. તેણે પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનો ક્યારેય વિરોધ કર્યો નથી. જનાર્દન સુજાતા વિશે કંઇક કહેવા માગતો હતો. પણ જતિનને સુજાતા પર વિશ્વાસ હતો. પોતાના અંગત વિડીયોથી સુજાતા દુ:ખી થઇ શકે નહીં એવી તેની માન્યતા હતી. જનાર્દને જ્યારે તેણે કોઇ પગલું ભર્યું હોવાની વાત કરી ત્યારે જતિન ચોંકી ગયો. "શું? શું પગલું ભર્યું?" જતિન સુજાતાનું પગલું જાણવા પૂછવા લાગ્યો. જનાર્દન બે ક્ષણ માટે મૌન થઇ ગયો. જતિનની ઉત્સુક્તા વધી ગઇ. સુજાતાએ કોઇ ગંભીર પગલું ભર્યું હોય એવો ડર ઊભો થયો.