બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૧

  • 2.7k
  • 910

અધ્યાય ૧૧ "આ કમજાત છોકરડીનુ કાંઈક કરવુ પડશે, ભત્રીજા. આજ સુધી તો હું કોઈ પણ ગુનામાંથી રમતો રમી બચતો આવ્યો છુ. પણ આ ઈશ્વર ના કેસમાં જ મને જીંદગીમાં પહેલીવાર જેલ થઈ છે. આ બધુ કામ નક્કી એની આ છોડીનુ જ. એ નપાવટે જ આ કેસ ફરી ચલાવ્યો છે. એ મિનલડીનુ કાંઈક રસ્તો કરવો પડશે, ભત્રીજા." ઈશ્વરભાઈના કેસમાં હજુ આજે જ જામીન પર છુટેલો લખતરસિંહ ઉર્ફે લાખુ પોતાના ભત્રીજા, હરપાલસિંહ, જે વડોદરાનો સાંસદ અને માથાફરેલો ગુંડો પણ હતો એને સંબોધી કહી રહયો હતો. "હા, છેલ્લા દસ વર્ષથી બરોડામાં એકધારૂ મારૂ શાસન ચાલ્યું છે, ને આ ન જાણે કયા ઉકરડામાંથી બહાર