સુંદરી - પ્રકરણ ૧૭

(88)
  • 5k
  • 4
  • 3.7k

સત્તર રેસ્ટોરન્ટની બહાર નીકળીને સોનલબાથી છૂટા પડીને વરુણ સીધો જ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી શહેર પોલીસ કમિશનરની ઓફિસે પહોંચી ગયો. કિશનરાજે અગાઉથી જ માહિતી આપી દીધી હોવાથી વરુણને કમિશનરના રીસેપ્શન એરિયા સુધી પહોંચવામાં બિલકુલ તકલીફ ન પડી. પરંતુ તે સમયે કિશનરાજને મળવા કોઈ આવ્યું હોવાથી તેને થોડો સમય રાહ જોવાનું કહેવામાં આવ્યું. આ સમય દરમ્યાન વરુણ વિચારવા લાગ્યો કે તે કેવી રીતે કિશનરાજ સમક્ષ પોતાની વાત રજુ કરશે કે જેથી કિશનરાજ તેને સાચી સલાહ આપી શકે. પોતે કિશનરાજને શું કહેશે અને શું નહીં તે અંગે વરુણે અસંખ્ય વિકલ્પો વિચારી દીધા. લગભગ પંદરથી વીસ મિનીટ વીતી ગયા બાદ વરુણને કિશનરાજની ચેમ્બરમાં