પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 12

  • 3.3k
  • 974

વૈભવ તેની આદત મુજબ કાફેમાં આવે છે. શ્રદ્ધા ને જોઈને આશ્ચર્ય સાથે. "અરે તું અહીં" "હા મને ખબર છે તું અહીં જ મળીશ." "તને જોઈએ ત્રણ વર્ષ થયા તું પહેલા કરતા અલગ દેખાય છે.. કેમ છે તું મજામાં તો છે ને" "હા મજામાં છું એટલે તો તારી સામે છું" "તું કોઈ પણ કારણ આપ્યા વગર જતી રહી હતી. તે મારો વિચાર પણ ન કર્યો, અને આજે અચાનક અહીં." "હા એ કારણ નો જવાબ આપવા તો હું આજે અહીં આવી છું." "ત્રણ વર્ષ પછી જવાબ હવે એનો મતલબ શું? અને એવું તે શું કારણ હતું? કે તું મને ના કહી શકી?"