યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૫ વસુમાને જોતાં જ એ સોફામાંથી ઊઠીને એમના તરફ દોડી. વસુમા કંઈ સમજે એ પહેલાં એમને ભેટીને એણે મોટી પોક મૂકી, ‘‘માઆઆઆઆ....’’ ‘‘જાનકી, વૈભવીને પાણી આપજો.’’ વસુમાનો અવાજ આશ્ચર્યજનક રીતે સ્વસ્થ અને સંયત હતો, ‘‘રડવાથી વાતનો ઉકેલ નહીં આવે. બેસો વૈભવી, આપણે વાત કરીએ.’’ ‘‘મા...’’ વૈભવીનું રડવાનું હજુ ચાલુ જ હતું. સૂર્યકાંતને ખૂબ નવાઈ લાગી હતી આ આખીયે પરિસ્થિતિ જોઈને. ‘‘રોજેરોજ આ અને આવા કેટલા પ્રશ્નોમાંથી પસાર થઈ હશે મારી વસુ !’’ એમને વિચાર આવી ગયો, ‘‘એક પુરુષ ઘરમાં નથી હોતો ત્યારે એક મા ઉપર કેટલી બધી જવાબદારી આવી પડતી હોય છે. ચાર-ચાર સંતાનોને અને