પ્રકરણ ૧૫ " ચાલો મેડમ કહો જોઈ તમને શું ફાવશે...? " પ્રેમ એ પૂજા સામે જોઈ અને પૂછ્યું પરંતુ પૂજાની નજર તેની પાછળ ઊભેલી વ્યક્તિઓ પર હતી. " અરે ...! તમે લોકો આટલી વાર માં આવતા રહ્યા. હું તો હમણાં તમને લોકોને ફોન કરવાની હતી કે હું પણ તમારી સાથે આવું છું" પૂજા એ કહ્યું " તમે અમારી સાથે... ? " રીંકલ એ પૂછ્યું " શું થયું ભાભી બધું ઠીક તો છે ને ...? તમને કંઈ થયું તો નથી ને...?" રીંકલ પૂજાની બાજુમાં બેસી ગઈ. " હા બધું ઠીક છે મને શું થાય... મારી પાસે તું જો છે ..." પૂજા એ