મહાદાન નેત્ર દાન

(11)
  • 8k
  • 1.4k

મહાદાન દ્રષ્ટિદાન (નેત્રદાન પખવાડિયું ) “ જો આપ મૃત્યુ પછી પણ સ્વપ્ન જોવા માંગતા હો તો ચક્ષુદાન કરો” ઉક્તિને સાર્થક કરતું પખવાડિયું સમગ્ર ભારતમાં ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું(25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર ) એમ નેત્રદાન પખવાડિયું તરીકે ઉજવાય છે.કીકીઓના અંધાપાથી પીડાતા જીવિત વ્યક્તિઓ માટે મૃત્યુ પામેલ વ્યક્તિએ કરેલ પોતાના આખનું દાન એ ચક્ષુદાન કહેવાય છે. પુરાણોમાં માનવના જીવિત હોવા દરમ્યાન રક્તદાન અને મૃત્યુ પછી ચક્ષુદાનને ઉતમ દાનોના પ્રકાર કહેવાયા છે.જન્મતાની સાથે આખ વગર હોવું કે કોઈ બીમારીને કારણે કે કોઈ અકસ્માતને કારણે આખ ગુમાવનાર કે આખની કીકીને નુકશાન થનારની વ્યથા અકલ્પનીય હોય