દાસ્તાનગોઈ: ઉર્દુથી ગુજરાતી સુધી વિસ્તરેલ કથાકથનનું સ્વરૂપ

  • 3.9k
  • 934

બાળપણમાં દાદા-દાદી પાસેથી વાર્તા સંભાળવાની જીદ, યુવાનવયે પ્રેમકથાઓનું આકર્ષણ અને ઢળતી ઉંમરે યાદોની દુનિયામાં ડૂબકી લગાવવાની ચાહ આપણા કથા, કથાકથન અને કથાશ્રવણ પ્રત્યેના અનોખા લગાવનું આદર્શ ઉદાહરણ છે. કેટલાંક લોકોમાં એવી આવડત હોય કે સાવ સામાન્ય લાગતી વાતને પણ એટલી કળાત્મક ઢબે રજુ કરે કે જ્યારે જ્યારે સાંભળીયે ત્યારે તે નવીન લાગે. મોટીવેશનલ સ્પીકર, વક્તા, કથાકારો, સ્ટેન્ડઅપ કોમેડિયન કે હાસ્યકારો આવી જ કળા હસ્તગત કરી દર્શકો-ભાવકોને આકર્ષતા રહે છે. અને દર્શકો-શ્રાવકો પણ આ સંભાળવા સતત આતુર રહે છે અને ભાવકોને રીઝવવા તેઓ કથાકથનના નવાં આયામો સતત અપનાવતાં રહે છે. પંદરેક વર્ષથી ભારતમાં અને બે-એક વર્ષથી ગુજરાતીમાં પ્રચલિત થઇ રહેલ આવા