કચ્છનું નારીજીવન

(14)
  • 4.6k
  • 1
  • 1.2k

કચ્છનું નારીજીવન : સ્વાવલંબન અને સ્વાભિમાનની સ્મરણયાત્રા‘ચડી ચકાસર પાળ હલો, હોથલ કે ન્યારીયું, પાણી મથે વાળ, વિછાય વિઠ્ઠી આય પદ્‌મણી.પુરુષને એના જીવનમાં મા-બાપ, પરિવારજનો, ઘરનો માહોલ અને નસીબની ચાલ બધું એક જ વાર મળે છે જન્મની સાથે. પછી નથી બદલી શકાતા મા-બાપ કે નથી બદલી શકાતું પરિવાર. સ્ત્રી સુપર લકી છે. તેને બીજા મા - બાપ અને બ્રાન્ડ ન્યુ નસીબ મળે છે. સ્ત્રીને અનલકી, અબળા કે ઓછી આંકવી એ થઈ સિક્કાની એક બાજુ અને બીજી બાજુ એટલે એક જીવન પર બીજું જીવન ફ્રી મેળવવાની ગ્રેટ ઓફર. એટલે જ ઈશ્વર જાણે સ્ત્રીને આશીર્વાદ આપે છે. ‘દીકરી, પેલા પુરુષને તો જીવન બદલવાનો મોકો નહીં દઉં, પણ તને આપું છું. કે જેથી પારકી થાપણમાંથી તું ગૃહલક્ષ્મી થા. ભલે પુરુષનાં ખાનદાનને એનું નામ મળે. પણ એની ઓળખ તો સ્ત્રીના ગુણ અને